31
Cities
18,544
Villages
8,495
Customers
47
Franchise
RTE પ્રવેશ ૨૦૨૫-૨૬ એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે ભારતમાં ગુજરાત રાજ્ય ના ગરીબ અને BPL પરિવારોના તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ખાનગી શાળાઓમાં અમુક ટકા બેઠકો અનામત રાખી શિક્ષણનો અધિકાર મેળવવાની પ્રવેશ પ્રક્રિયા છે. RTE gujarat 2025-26 એ બંધારણીય કાયદો છે જે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે.
RTE Admission 2025-26 is an admission process for the academic year 2025-2026 for poor and BPL families and economically weaker students of Gujarat state in India to get right to education by reserving certain percentage of seats in private schools. RTE Gujarat 2025-26 is a constitutional law that guarantees free and compulsory education for children below the age of 14 years.
RTE પ્રવેશ ૨૦૨૫-૨૬ એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે ભારતમાં ગુજરાત રાજ્ય ના ગરીબ અને BPL પરિવારોના તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ખાનગી શાળાઓમાં અમુક ટકા બેઠકો અનામત રાખી શિક્ષણનો અધિકાર મેળવવાની પ્રવેશ પ્રક્રિયા છે. RTE gujarat 2025-26 એ બંધારણીય કાયદો છે જે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે.
RTE Admission 2025-26 is an admission process for the academic year 2025-2026 for poor and BPL families and economically weaker students of Gujarat state in India to get right to education by reserving certain percentage of seats in private schools. RTE Gujarat 2025-26 is a constitutional law that guarantees free and compulsory education for children below the age of 14 years.
RTE Admission 2025-26 Document List (RTE પ્રવેશ ૨૦૨૫-૨૬ ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો)
ક્રમ | દસ્તાવેજનું નામ | માન્ય આધાર-પુરાવાની વિગત |
---|---|---|
1 | રહેઠાણ નો પુરાવો | - આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. - જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં) |
2 | વાલીનું જાતીનું પ્રમાણપત્ર | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​ |
3 | જન્મનું પ્રમાણપત્ર | ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું |
4 | ફોટોગ્રાફ | પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ |
5 | વાલીની આવકનું પ્રમાણપત્ર | આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે. |
6 | બીપીએલ | ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. |
7 | વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
8 | અનાથ બાળક | જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
9 | સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક | જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
10 | બાલગૃહના બાળકો | જે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
11 | બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો | જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર |
12 | સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
13 | ખાસ જરૂરિયાતવાળા બાળકો (દિવ્યાંગ) | સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (લઘુતમ 40%) |
14 | (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
15 | શહીદ થયેલ જવાનના બાળકો | સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો |
16 | સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે | ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો |
17 | સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો | સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવો. |
18 | બાળકનું આધારકાર્ડ | બાળકના આધારકાર્ડની નકલ |
19 | વાલીનું આધારકાર્ડ | વાલીના આધારકાર્ડની નકલ |
20 | બેંકની વિગતો | બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ |
21 | સેલ્ફ ડિક્લેરેશન | પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. |
FAQ related to RTE 2025 Gujarat.
જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?
બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
- આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
RTE પ્રવેશનાં પ્રથમ રાઉન્ડનાં અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે?
હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે?
ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.
ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શુ કરવું?
ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે.
વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય?
શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.
ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શુ કરવું..?
જયાં સુધી આપ confirm (કન્ફર્મ) નહી કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ Edit થઇ શકશે નહી, પરંતુ આપ નવુ ફોર્મ ભરી શકો છો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જુનું ફોર્મ રદ થઇ જશે અનેઆપને SMS થી જાણ પણ કરવામાં આવશે.ફોર્મ ભરતી વખતે કેટેગરી , શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?
નીચે મુજબના સંજોગોમાં RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.
પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ.
સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
Some of our keywords related to rte 2025 gujarat
rte 205-26, RTE admission process 2025, rte form download, rte gujarat application form 2025, online apply for rte gujarat, right to education 2025-26 gujarat, rte form near me, rte gujarat admission center, rte form agent near me, rte guajrat 2025 fee, RTE પ્રવેશ ૨૦૨૫-૨૬ ઓનલાઇન ફોર્મ, online RTE પ્રવેશ ૨૦૨૫-૨૬, આર ટી ઈ ફોર્મ ૨૦૨૫, rte gujarat form agent in bapunagar, rte center list ahmedabad, rte center in nikol, rte form near bapunagar, rte agent in bapunagar, rte process 2025 rte application process 2025-26, rte official website, rte gov, rte school list in ahmedabad, first round rte gujarat, second round rte gujarat 2025-26, third round rte gujarat 2025-26, rte first round result, rte second round result, download rte admit card, rte gujarat 2025-25 admit card download, rte school list pdf, rte gujart 2025 document list, rte admission document list, document list rte online form, apply for rte 2025-26, onlne application rte gujarat 2025, rte 2025 start date, rte form download, income certificate for rte, rte admission date 2025, eseva kendra, E SEVA KNEDRA, ESEVAKENDRA, eseva kendra office in ahmedabad, janseva kendra in ahmedabad, eseva kendra all services list, franchise of eseva kendra, esevakendra.in, E-sevakendra, e-sevakendra
Cities
Villages
Customers
Franchise